એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે, ગોકળિયું ગામ તું ડુબાડી દે, એવી ચારેકોર ઝંખના જગાવી દે. અડધું બપોર મારી આંખો લઈ ગોકળિયું ગોતે, તું ક્યાંય નજર ના આવે, આખીયે રાત ધૂળ ધૂળ થઈ, ગોકુળની ગાયોની હડીઓ કઢાવે. એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે, ગોકળિયું ગામ તું ડુબાડી દે, એવી ચારેકોર ઝંખના જગાવી દે. મોરપીંછ મોકલવું ક્યાંય નહી હોય તે, માથે મૂકીને તું હાલજે, રાધાને દીધેલો કોલ પેલો, વાંસળી વગાડવાનો આખર તો પાળજે, એકવાર એટલી ઉદારતા બતાવી રે, ગોકળિયું ગામ તું ડુબાડી દે, એવી ચારેકોર ઝંખના જગાવી દે. શબ્દો – મહેશ શાહ