વાર્ષિક નફાની બાબતે જાહેર ક્ષેત્રની બૅન્ક બૅન્ક ઑફ બરોડા પંજાબ નૅશનલ બૅન્કની આગળ નીકળી ગઈ છે. હવે બૅન્ક ઑફ બરોડા બીજા ક્રમે અને પંજાબ નૅશનલ બૅન્ક ત્રીજા ક્રમે છે. જાહેર ક્ષેત્રની બૅન્કોમાં સૌથી વધુ ચોખ્ખા નફા સાથે એસબીઆઇ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા) પ્રથમ સ્થાને છે. ૨૦૧૧-’૧૨માં બૅન્ક ઑફ બરોડાનો ચોખ્ખો નફો ૧૮ ટકા વધીને ૫૦૦૦ કરોડ રૂપિયાને ક્રૉસ કરી ગયો છે અને એ બીજા સ્થાને આવી ગઈ છે. પંજાબ નૅશનલ બૅન્કનો ચોખ્ખો નફો ૧૦ ટકા વધીને ૪૮૮૪ કરોડ રૂપિયા થયો છે અને હવે એ ત્રીજા સ્થાને આવી ગઈ છે. કૅનેરા બૅન્કનો ચોખ્ખો નફો ૧૮ ટકા ઘટીને ૩૨૮૨.૭૨ કરોડ રૂપિયા થયો છે અને એ ચોથા ક્રમે છે.