હોમ
મોરપીંછ.કોમ - ગુજરાતીઓ નું પોતીકું પોર્ટલ
પ્રવાસન

પ્રવાસન

ભારતમાં ગુજરાત તેની આગવી શૈલી અને સંસ્‍કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્‍પન સંસ્‍કૃતિથી શરૂ કરી મોગલ સામ્રાજ્ય સુધીનો ભવ્‍ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્‍કૃતિનો સ્‍પર્શ કરાવે છે.

‘ગુજરાતની કૂખે અનેકવિધ વિભૂતિઓ જન્‍મી છે. સ્‍વાતંત્ર્ય સંગ્રામના સ્‍વાતંત્ર્યવીરોમાં મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્‍લભભાઇ પટેલ વગેરે કે જેઓએ આઝાદીના જંગમાં લડત આપી. અહિંસા, ભાઇચારો, બીજા પ્રત્‍યે માન તેમજ રાષ્‍ટ્ર ભક્તિના પાઠો ભારતીયજનોને શિખવાડ્યા.

૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્‍ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્‍કૃતિક સભ્‍યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્‍ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્‍વીય ઇમારતો આવેલી છે. લોથલ હડપ્‍પન, પાલિતાણા મંદિરોના નિર્માણ દ્વારા તેની ધાર્મિક સંસ્‍કૃતિને ગવાહી પુરે છે. જૂનાગઢમાં બૌદ્ધ ઋષિઓની ગુફાઓ આવેલ છે.

ગુરુવાર, 05 એપ્રીલ 2012 17:24

સાસન ગીરથી 12 કિમી. દૂર પશ્ચિમમાં દેવળીયા ખાતે ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન આવેલું છે. જંગલમાં સિંહો ને જોવા જોવાની બાબત સાવ જુદી છે. ગીરમાં તેમને જંગલમાં જોવા માટે આવો. ઇન્ટરપ્રીટેશન ઝોનની પ્રવેશ ફી પાર્કથી અલગ છે.

 ગિરના જંગલના આશ્ચર્યોનો સાચેસાચ અનુભવ કરવા માટે અને વૈવિધ્યપૂર્ણ વન્યજીવનને જોવા માટે ત્રણ કે ચાર દિવસની ભલામણ કરવામાં આવે છે, ખાસ કરીને એક જાણકાર ગાઇડ સાથે.

અહા ! ઝોંગો

પ્રતાપ વિલાસ પૅલેસ

ઓરર્ચાડ પૅલેસ

વિજય વિલાસ પૅલેસ

રવિવાર, 11 ડિસેમ્બર 2011 22:51

 

લોકો આખો દિવસ એક મુદ્દા વિષે વિચારીને કે નાહકની ઉતાવળમાં તનાવ પેદા કરે છે. જેમકે ધણી વખત લોકો ઓફીસમાં સમયસર પહોચવાની ચિંતા માં રોજે ઓફિસે મોડા પડતા હોય છે. જો તમે તનાવ ઘટાડી ને લક્ષ્ય ને સિદ્ધ કરવા માંગતા હોય તો આ ચક્ર ને તોડવાની જરૂર છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમારા દિવસ ને ત્રણ ભાગ માં વહેચો.
૧. વિચાર
૨. કાર્ય અમલ
૩. આરામ
 
દિવસનો એક ભાગ વિચારવા માટે ફાળવો. આ સમય દરમ્યાન કામ વિષે વિચારો, કામ કેવી રીતે પૂરું કરશો તેના વિષે મનોમંથન કરો. જરૂર લાગે તો આ વિચારો ની નોંધ કરી લો. દિવસ ના બીજા ભાગ માં વિચારો ને કાર્ય દ્વારા અમલ માં મુકો. આ સમય દરમ્યાન વધારે પડતું વિશ્લેષણ કરવાનું ટાળો.    
 
એક વખત તમે કામ ને વિચારો ને અગલ કરવામાં સફળ થશો એટલે આપોઆપ તમને આરામ માટે સમય ફાળવી શકશો. જેમકે બાળકો અને પત્ની સાથે બેસી ને ટીવી જોવો, કસરત કરો કે મિત્રો સાથે બેસી ને ગપ્પા મારો.
 
જો તમે એક સપ્તાહ કે તેથી વધુ સમય આ કાર્યશૈલી અમલ માં મૂકી ને કામ કરશો તો અનુભવશો કે તમે પહેલા કરતા વધુ કાર્યક્ષમ બન્યા છો તથા તનાવ પણ ઘટી ગયો છે. કારણ કે તમારા વિચારો તમારા કામ માં અને આરામ ના સમયમાં ઘુસણખોરી નથી કરતા.

પથરી

શરદી

તાવ

કમ્પ્યુટરને લીધે થતો આંખોનો તણાવ

ગુરુવાર, 30 જુન 2011 14:05

 

કળા - સંસ્કૃતિ અને જીવનશૈલી

ગુજરાતમાં કળા - સંસ્‍કૃતિ અને તેની જીવનશૈલીમાં સૌંદર્ય, રુચિ અને શોખની આગવી છાપ ઉપસી આવે છે. કળા દ્વારા પ્રતિભાવ અને સંવાદને, સંસ્‍કૃતિ દ્વારા પરંપરાગત મૂલ્‍યોનો પ્રભાવ જોવા મળે છે. નીતિ તેમજ જીવનશૈલીમાં ગુજરાતીઓ સૌથી નીરાળા તરી આવે છે.

ગુજરાતમાં કળા પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં કળા સંસ્‍કૃતિ અને જીવનશૈલી દ્વારા શાંતિ અને સુખમય જીવનની પ્રતીતિ થાય છે. કલાકારો માટે તેના કળાના પ્રદર્શન માટે ક્ષિતિજો ખુલ્‍લી છે. કળા આપણી સમજને પ્રદર્શિત કરે છે. કળામય જીવનશૈલીની પ્રસ્‍તુતિ કળાના માધ્‍યમ દ્વારા થાય છે. ગુજરાત તેની અદ્વીતિય કળાની ઓખળ વિશ્વફલક પર પહોંચાડી શક્યું છે. વિશ્વ વિખ્‍યાત કલાકારોને ગુજરાતે પોષ્‍યા અને સંવર્ધ્‍યા છે. રાજ્ય સરકારે ઉગતા કલાકારો માટે કળા ક્ષેત્રની પ્રતિભાવોને શોધી તેમની કળાના સંવર્ધન માટે ક્ષિતિજો ખુલ્‍લી કરી છે.

ગુજરાતમાં સંગીત નિશબ્‍દ ચેતના છે. સંગીત અને કળામાં ગુજરાતની નૃત્‍ય સંસ્‍કૃતિ અને લોકગીતોની છાપ સૌથી ભિન્‍ન છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના ‘ગરબા’ સંસ્‍કૃતિએ તેના ધાર્મિક ઉત્‍સવમાં રહેલા અધ્‍યાત્‍મિક તત્‍વની સાથે સાથે નૃત્‍યકળા અને સંગીતની અદ્વીતિય છાપ ઊભી કરી શક્યું છે. ગુજરાતે સંગીત અને કળાની તેની યુગો જૂની પરંપરાને જાળવી રાખી સાંપ્રત સમયનાં સંગીતકળામાં તે મૂલ્‍યોનું સંવર્ધન કરી આધુનિક સંગીતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોકગીતો, પરંપરાગત સંગીત અને પરંપરાગત રાગો દ્વારા ગુજરાતમાં સંગીતના વિવિધ આયામો જોવા મળે છે. ગુજરાતે લોકસંગીત માટેના તેના વાદ્યોના નિર્માણમાં આગવી શૈલી ઊભી કરી પ્રાચીન અને લોકસંગીતને શણગાર્યું છે. આધુનિક સભ્‍યતાનું પોપ સંગીત યુવાવર્ગનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

ગુજરાતમાં હસ્‍તકળા અદ્વીતિય કૌશલ્‍ય છે. હસ્‍તકળા કારીગરીમાં ગુજરાતમાં વૈવિધ્‍યપૂર્ણ નમૂનાઓમાં

ભાતીગળ પરંપરાને વાચા છે ભાતીગળ સંસ્‍કૃતિની ભૂમિ એટલે ગુજરાત. ગુજરાતમાં નિરંતર ઉત્‍સવોની ઉજવણીમાં માહોલ વ્‍યાપેલો રહે છે. તહેવારોમાં અધ્‍યાત્‍મિકતા એ ગુજરાતનો પ્રાણ છે. ગુજરાતના મેળા અને તહેવારોને અન્‍ય ઉજવણી કરતા અલગ ભાત પાડે છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિની સાથે સાથે સાંપ્રત સમયમા; આધુનિક રહેણીકરણી અને જીવનશૈલીના ગૌરવપૂર્ણ વ્‍યવહાર અને રીતભાતમાં ગરિમા અકબંધ રાખી છે.

ગુજરાતમાં જ્ઞાનની ઊર્જા. ભાષા-સાહિત્‍યના માધ્‍યમ થકી તમે યુગો પાછળની પ્રતીતિ અનુભવી શકો છો. ગુજરાતી ભાષા અનેકવિધ પ્રકારો દ્વારા લોકભોગ્‍ય બની જેમાં કાવ્‍યો, ગીતો, લધુકથા, નવલકથા, નવલિકા, જીવનવૃતાંત, કવિતા અને આત્‍મકથા, જીવનચરિત્રો પરંપરાગત સાહિત્‍યનું મિશ્રિત સત્‍વ જોવા મળે છે. રાજ્યમાં ખ્‍યાતિ પ્રાપ્‍ત અને વિદ્વાન લેખકો-કવિઓ અને વિવેચકોએ દ્વીભાષીય સાહિત્‍યમાં જેમ કે અંગ્રેજી, હિન્‍દી અને સંસ્‍કૃતમાં લેખનકાર્ય કરી રાજ્યના સાહિત્‍ય જગતની આગવી ઓળખ ઊભી કરી છે.

ગુજરાતમાં જીવનશૈલીમાં સાતત્‍યતા: પૃથ્‍વી પરનું સ્‍વર્ગ ગુજરાત છે. આ ઉક્તિ હરકોઇ ગુજરાતી અને ગુજરાતમાં આવનાર પ્રવાસીનો અહેસાસ બની રહ્યો છે. ગૌરવપૂર્ણ વિભૂતિઓની ભૂમિ ગુજરાતમાં જાનની શાંતિ, સમાજમાં ઐકયભાવના અને એખલાસતા એ જીવનશૈલી બની છે. અહીંની પ્રજા પરોપકારી મહેનતકશ અને સૌજન્‍યશીલતા ધરાવનારી છે. સ્‍વભાવે માયાળુ અને બીજાને મદદરૂપ બની શકવાની ભાવના ધરાવતો ગુજરાતી બુદ્ધિશાળી અને વિનમ્રતા ના ગુણો સાથે ઓળખાઇ રહ્યો છે. રીતભાત અને કંઇક અલગ અને આગવું કરી બતાવવાનો ગુણ ગુજરાતીઓ ધરાવે છે.

 

ગુજરાતનો ઇતિહાસ

ગુજરાત : એક નજરે

ગુરુવાર, 05 એપ્રીલ 2012 08:42

નમામિ ગંગે તવ પાડપંકજં 

સુરસુરૈવર્દિતદિવ્યરૂપમ,

ભુક્તિ ચ મુક્તિ ચ દદાસી નિત્ય

ભાવાનુસારેણ સદા નરણામ.  

ગણેશ વંદના

ગાયત્રી મહિમા

હનુમાન ચાલીસા

શિક્ષાપત્રી

સોમવાર, 02 એપ્રીલ 2012 15:40

 

લાંબા સમયથી ચાહકો અને બોલીવુડના જાણકારો બોલીવુડ ના હોટેસ્ટ કપલ - સૈફ અને કરીના ના લગ્નની તારીખ વિષે અંદાજ લગાવી રહ્યા છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે તેઓ આ મહિને 'એજન્ટ વિનોદ' ના પ્રકાશન પછી તો ગાંઠે બંધાશે. જો કે, બંને કલાકારો  સમય આવ્યે લગ્ન ની તારીખ જણાવશે તેમ કહી ને વાત ટાળી દેતા હતા. 
 
તાજેતર ની જાણકારી પ્રમાણે સૈફ અને કરીના આ વરશે લગ્નગ્રંથી થી નહિ જોડાય. એક ટેબ્લોઈડ ના રેપોર્ત પ્રમાણે તેઓ ૨૦૧૩ ની શરૂઆત માં લગ્ન કરશે. 
 
અંદરખાને થી જાણવા મળે છે કે બંને આ વર્ષ ના અંત સુધીમાં બધા શૂટિંગ પુરા કરી દેશે. 
 

????...સ્ત્રી..?????

સરદારજી

સ્કૂટી

માનવી

લોગિન

આપનું GMAIL સરનામું વાપરીને પણ લોગીન કરી શકો છો.



રત્નકણિકા

વ્યગ્ર લાગણીઓ માત્ર આપણને પોતાને તો વ્યગ્ર બનાવતી નથી પણ સાથે સાથે તે બીજા ને પણ વ્યગ બનાવે છે. સ્વ-કેન્દ્રિત વૃતિ ભય અને અસુરક્ષિતતા ઊભી કરે છે, જે બદલામાં અધોગતિ પેદા કરે છે. આ માટે જ પરમાર્થી વલણ જીવન માં સુખ અને માનસિક શાંતિ લઈ ને આવે છે.  

અધિકૃત બ્લોગ
You Tube
Find us on Facebook
Follow Us